કાયદેસરતા

હોમ » બેંક વિશે »કાયદેસરતા

આ બેંક ખેડૂતોને લાંબાગાળાનું કૃષિ વિષયક અને કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ પુરુ પાડવા માટે સહકારી સંસ્થા તરીકે બોમ્બે સ્ટેટ કો. ઓપરેટીવ સોસાયટીઝ એક્ટ -૧૯૨૫ અંતર્ગત નોંધાયેલ હતી. ત્યારપછી બેંક ની નોધણી ગુજરાત કો. ઓપરેટીવ સોસાયટીઝ એક્ટ -૧૯૬૧ અંતર્ગત થયેલ છે. બેંકનો રજીસ્ટ્રેશન નંબર ૫૫૯ તા. ૬-૯-૧૯૫૧ છે. બેંકના આંતરિક વહીવટ માટે રજીસ્ટ્રાર ઓફ કો. ઓપરેટીવ સોસાયટીઝ, ગુજરાત દ્વારા માન્ય થયેલ બેંકના પોતાના પેટા કાયદા અમલમાં છે અને તેમા જરૂરિયાત મુજબ સમયાંતરે જરૂરી સુધારા-વધારા થતા રહેલ છે. આમ, આ બેંક કાયદાની જોગવાઈઓ અનુસાર નોંધાયેલ સ્વાયત્ત સહકારી સંસ્થા છે.