કર્મચારી તાલીમ

હોમ » પ્રવૃત્તિઓ »કર્મચારી તાલીમ

બેંકના અધિકારીઓની આવડત અને હોશિયારી અને જ્ઞાનમાં વધારો થતો રહે, અને તેનાથી તેઓ બેંકના વિકાસમાં તેઓનું મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તે માટે બેંક કર્મચારી-તાલીમ ને પણ એટલું જ મહત્વ આપે છે. તે માટે બેંક દ્વારા કર્મચારી તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ તાલીમ કેન્દ્ર નાબાર્ડના સહયોગથી બેંકના જુનિયર લેવલ ના સ્ટાફને બેંકના પાયાના મુદ્દાઓ તથા કામગીરીને લગત તાલીમ આપવામાં આવે છે.

તદુપરાંત બેંકના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તથા મધ્યમકક્ષાના અધિકારીઓને બેંક દ્વારા રાજય-બહાર ની તાલીમ સંસ્થાઓ જેવી કે કોલેજ ઓફ એગ્રીકલ્ચર બેન્કિંગ, પૂના વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો.ઓપ. મેનેજમેન્ટ, પૂના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, હૈદરાબાદ. બેંકર્સ ઇન્સ્ટીટ્યુટ ફોર રૂરલ ડેવલપમેન્ટ, લખનૌ. મેનેજમેન્ટ ડેવલપમેન્ટ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, વિગેરે જેવી જુદી જુદી સંસ્થાઓમાં તાલીમ અર્થે મોકલવામાં આવે છે.