સંસ્થાકીય માળખુ

હોમ » બેંક વિશે »સંસ્થાકીય માળખુ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ, કૃષિ વિકાસ અને કૃષિના આનુષાંગિક પ્રવૃતિઓના વિકાસ તથા ગ્રામ્ય કક્ષાએ આર્થિક પ્રવૃતિઓથી ગામડાઓના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી રાજ્ય કક્ષાની બેંક છે. આ બેંક એકવાયી માળખું ધરાવે છે. રાજ્યભરમાં આવેલી ૧૭૬ શાખાઓ મારફત બેંકની કામગીરી ચાલે છે. ૧૭ જીલ્લાઓમાં આવેલી જીલ્લા કક્ષાની કચેરીઓથી શાખાઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવે છે. બેંકની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ ખાતે આવેલી છે. તે જીલ્લા કક્ષાએ આવેલી ૧૭ જીલ્લા કચેરીઓનું સંચાલન કરે છે. જીલ્લા કચેરીઓ રાજ્યભરમાં આવેલી ૧૭૬ તાલુકા-શાખાઓ ઉપર નિયંત્રણ રાખે છે.