ધિરાણ-મંજુરી ની પ્રક્રિયા

Home » ધિરાણ »ધિરાણ-મંજુરી ની પ્રક્રિયા

ધિરાણ મેળવવા માટે ઇચ્છનાર ખેડૂત ખાતેદારે તેઓની જમીન બેંકની જે શાખાના કાર્યવિસ્તારમાં આવતી હોય તે તાલુકા કક્ષાની શાખામાંથી અરજી ફોર્મ મેળવી, તેમાં પૂર્ણ વિગતો ભરી, સહી કરી, તેની સાથે જરૂરી રેવન્યુ રેકર્ડ ની નકલો સાથે બેંકની શાખામાં આપવાનું હોય છે. ત્યારબાદ મેનેજર/સુપરવાઈઝર તે સ્થળ ની ખરાઈ કરવા જાય છે. સૂચિત સુધારણા આર્થિક રીતે પોષણક્ષમ છે કે નથી? તકનીકી રીતે યોગ્ય છે કે નથી? ધિરાણ પરત ચૂકવણી ની સગવડ, અને ગીરોમાં લેવાની જમીન ના ટાઈટલ વિગેરે વિવિધ પાસાઓ ની ચકાસણી કરી જો તેઓને સંતોષકારક લાગે તો તે ધિરાણ અરજી ને મંજુરીની ભલામણ સાથે શાખાસમિતિ ને મોકલી આપે છે. શાખાસમિતિની બેઠક માં આવેલ અરજીઓ અંગે યોગ્ય વિચારણા કરી મંજુરી ની ભલામણ સાથે જીલ્લાકક્ષાએ આવેલ જીલ્લા લોન કમિટી ને મોકલવામાં આવે છે. જીલ્લા લોન કમિટી ની મંજુરી મળ્યા પછી, મંજુર થયેલ લોન અરજી જે તે શાખાને મોકલવામાં આવે છે. શાખા દ્વારા અરજદારને ધિરાણ મંજુરીની રકમ અને શરતો અંગે જાણ કરવામાં આવે છે ત્યારબાદ અરજદારની જમીન નું બેંકની તરફેણમાં ગીરોખત નોંધણી થાય છે. અને રેવન્યુ રેકોર્ડમાં બેંકના ગીરો બોજા ની નોંધણી કરવામાં આવે છે.

ત્યારબાદ મશીનરી સપ્લાયર કે કોન્ટ્રાકટર જેઓ ની સુધારણાનું કામ સોપાયેલ હોય તેઓના બીલ મેળવી તેની ખરાઈ કરી અને ધિરાણના હેતુસર ઉપયોગ થયાની ચકાસણી કરી બેંક દ્વારા ધિરાણના નાણાં ની સીધી ચૂકવણી જે તે સપ્લાયર કે કોન્ટ્રાકટર ને કરવામાં આવે છે.

વધુમાં, ધિરાણનું ચુકવણું થઇ ગયા પછી પણ બેંક દ્વારા ફેરતપાસણી કરી ધિરાણ ના હેતુસર ઉપયોગ થયા અંગે ખરાઈ કરવામાં આવે છે. સામાન્ય રીતે ધિરાણની અરજીઓનો નિકાલ ૧૫ દિવસમાં કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૬ થી ધિરાણ મંજુરીની સત્તાઓ જીલ્લા લોન કમિટીને આપવામાં આવેલ છે. બેંક દ્વારા વખતો-વખત સુધારા કરી ખડૂતોને ઝડપથી અને સરળતાથી ધિરાણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.

લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ