કૃષિ વિકાસ લોન યોજના

હોમ » ધિરાણ »કૃષિ વિકાસ લોન યોજના

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. ના ચેરમેનશ્રી કનુભાઈ એમ. પટેલ દ્વારા દેશની અન્ય કોઈપણ રાજ્યની કૃષિ બેંકમાં નથી તેવી મધ્યમ મુદત કૃષિ વિકાસ લોન યોજના તા. ૧-૧૨-૨૦૦૫ થી શરુ કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યના સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ ખેતી બેંકને ટુંકી મુદત માટે ધિરાણ કરવાની મંજુરી મળતી નથી. પરંતુ આ બેંકમાંથી લોન મેળવેલ હોય અને તેવા ખાતેદારની ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ, ખેતીવાડી ના સાધનો ખરીદવા કે મશીનરી રીપેરીંગ માટે, વીજળી બીલના નાણાં ભરવા વિગેરે જેવા હેતુઓ માટે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓને સરળતાથી નાણાં ધિરાણ મળી રહે તેવા ઉદ્દેશથી આ યોજના શરુ કરાયેલ છે.

તાજેતરમાં બેંક દ્વારા બેંકના રેગ્યુલર ખાતેદોરો માટે રૂ. ૩ લાખની લોન મર્યાદા અને ૩ વર્ષની મુદતવાળી " સ્વર્ણિમ કૃષિ વિકાસ લોન યોજના " શરુ કરવામાં આવેલ છે.

યોજનાની વિશેષતાઓ :


ધિરાણ અને પરત ચુકવણી

વિગત ધિરાણ મર્યાદા  (રકમ રૂપિયામાં)) મુદત
K.V.L. ૩ લાખ ૩ વર્ષ (છ માસિક છ હપ્તા)

૨ . વ્યાજ દર :=>Click Here


૩ . તપાસણી ફી:


લોનની રકમના ૧% લેખે.પરંતુ ઓછામાં ઓછી રૂ. ૨૫૦/-


૪ . હપ્તાની પાકતી તારીખ

  • દર વર્ષે ૩૧ મી મેં અને ૩૦ નવેમ્બર -એમ બે હપ્તા ભરવાના રહેશે.

અમારી બેંકની જે શાખામાં કે.વિ.ઍલ. ધિરાણની વસુલાત ૮૦% થી વધારે હોય છે તે શાખાઓ મારફત કે.વિ.ઍલ. ધિરાણ ઉપલબ્ધ થઇ શકે છે. તે માટે અમારી નજીકની તાલુકા શાખાનો સંપર્ક સાધવાથી વધુ માહિતી મળી શકશે.