જનરલ મેનેજરશ્રી નો સંદેશ

હોમ » બેંક વિશે »જનરલ મેનેજરશ્રી નો સંદેશ
હોમ » જનરલ મેનેજરશ્રી નો સંદેશ
વી.એમ.ચૌધરી
જનરલ મેનેજર

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. અમદાવાદની વેબસાઇટમાં આપનું હ્રદયપૂર્વક સ્વાગત છે.

ખેતી બેંકનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલ છે.બેંકની જીલ્લા કક્ષાએ આવેલ ૧૭ જીલ્લા કચેરીઓ અને આ જીલ્લાના કાર્યવિસ્તારોમાં કુલ ૧૭૬ શાખાઓ કાર્યરત છે.બેંક તેની જીલ્લા મથકે આવેલ ૧૬ કચેરીઓ ઉપરાંત ૧૭૬ શાખાઓ માટે પોતાની માલિકીના મકાન ધરાવે છે.

ખેતી બેંક એકવાયી વ્યવસ્થાતંત્ર ધરાવતી રાજ્યકક્ષાની એપેક્ષ સંસ્થા છે.બેંક દ્વારા ખેડૂતોને તેમની જરૂરીયાત મુજબ કૃષિ વિકાસ માટે જુદા જુદા હેતુઓ જેવા કે સિંચાઇ, ટ્રેક્ટર – ટ્રેલર તથા તેને આનુષાંગિક સાધનો, કુટીર ઉધોગના હેતુઓ, પશુપાલન હેતુઓ, ગ્રામ્ય વિસ્તારમાં મકાન બાંધકામ તથા રીપેરીંગ, મધ્યમ મુદતની કિશાન વિકાસ લોનનું ધિરાણ પુરૂં પાડવામાં આવે છે.તાજેતરમાં બેંક દ્વારા પર્સનલ લોન અને કેશ ક્રેડિટ લોન પણ શરૂ કરવામાં આવેલ છે તથા લોકર (સેઇફ ડીપોઝીટ વોલ્ટ) ની સગવડ પણ આપવામાં આવેલ છે.

આ બેંક નાબાર્ડ પાસેથી રી-ફાઇનાન્સ મેળવી ખુબ જ ઓછા માર્જીનથી રાજ્યના ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ પૂરૂં પાડે છે.બેંકની મુખ્ય કામગીરી ધિરાણ, વસૂલાત અને ફીક્સ ડીપોઝીટ સ્વિકારવાની રહેલ છે.બેંક તેના સ્થાપના કાળથી રાજ્યમાં આવેલ કુદરતી આફતો જેવી કે ધરતીકંપ અને દુષ્કાળ જેવા એકાદ-બે વર્ષને બાદ કરતાં સતત નફો કરતી રહેલ છે.બેંક તેના નફામાંથી સભાસદોને દર વર્ષે ૧૨ % ડીવીડન્ડ આપે છે.

બેંકની આ વેબસાઇટમાં ખેતી બેંક વિશે વિસ્તૃત માહિતી, બેંકની પ્રવૃત્તિ, નેટવર્ક, ધિરાણ અને વસૂલાત, નાણાકીય સ્થિતિ, બેંકની શાખા/કચેરીઓના ટેલીફોન નંબરો જેવી અગત્યની માહિતી આપવામાં આવેલ છે. આમ, રાજ્યના ખેડૂતો, બેંકના સભાસદો, કર્મચારીઓ, નાગરિકો તથા રાજ્યના સહકારી ક્ષેત્રને અમારી આ વેબસાઇટ ખુબ ઉપયોગી થાય તેમ છે.

ખેડૂત પુત્ર, બેંકના સભાસદ અને કૃષિ ક્ષેત્રે અનુસ્નાતક હોવાના નાતે રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની કામગીરીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે આપ સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કરૂં છું અને સહકાર આપવા અપીલ કરૂં છું.

આપનો સહકારી
વિ.એમ.ચૌધરી
જનરલ મેનેજર
અમદાવાદ.