નાણાકીય સંસાધનો

હોમ » પ્રવૃત્તિઓ »નાણાકીય સંસાધનો

બેંકના નાણાકીય સ્ત્રોત્ત માં ડિબેન્ચર મુખ્ય છે.


બેંક દ્વારા  (૧) ઓર્ડીનરી ડિબેન્ચર


(૨) સ્પેશ્યલ ડિબેન્ચર

એમ બે પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે આ બેંકના ડિબેન્ચર ને ટ્રસ્ટી સિક્યોરીટી તરીકે ગણવામાં આવે છે ડિબેન્ચરના મુદ્દલ નાણાં તથા વ્યાજની રકમની પરત ચૂકવણીની ગેરંટી રાજ્યસરકાર દ્વારા આપવામાં આવે છે. ડિબેન્ચરના પાકવાની મુદત ૭ થી ૧૫ વર્ષ ના સમય માટેની હોય છે બેંકના ડિબેન્ચર ફેરબદલી ને પાત્ર, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી કરાવવામાં થી મુક્ત હોય છે. સ્પેશ્યલ ડિબેન્ચર નું ભરણું નાબાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. જયારે ઓર્ડીનરી ડિબેન્ચર નું ભરણું નાણાકીય સંસ્થાઓ, અને ભગીની સંસ્થાઓ દ્વારા ભરવામાં આવે છે.

અન્ય સ્ત્રોત્રમાં , શેરમૂડી છે જે બેંકના સભાસદો અને રાજ્ય-સરકારના ફાળાથી બનેલી હોય છે. દરેક સભાસદ કે જે બેંકમાંથી લોન મેળવે છે તેને લોન ની રકમના ૫% મુજબ શેર લેવા ફરજીયાત છે. બેંક દ્વારા ફિક્સ ડીપોઝીટ પણ સ્વીકારવામાં આવે છે. આ સિવાય બેંકના નફા માંથી ઉભા કરવામાં આવતા રીઝર્વ ફંડ, બિલ્ડીંગ ફંડ, વિગેરે સ્વભંડોળ, સામાન્ય રીતે બેંકને નાણાં સ્ત્રોત્ર, અને ભંડોળ ઉભું કરવામાં કોઈ તકલીફ પડતી નથી. રીઝર્વબેંક અને નાબાર્ડ દ્વારા નક્કી થયેલ નાણાકીય શિસ્તનું ચુસ્ત પાલન બેંક દ્વારા કરવામાં આવે છે.